Saturday, May 18, 2024

રાજ્ય કક્ષાની શૂટીંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી દક્ષ અમૃતિયાએ સમગ્ર મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી OSEM C.B.S.E. ના ધો-૧૨ કોમર્સના વિદ્યાર્થી દક્ષ ભુપતભાઈ અમૃતિયાએ રાજ્ય કક્ષાની 2જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટીંગ ચેમ્પિયનશીપ 2023 માં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો.

તાજેતરમાં તા.14/15 મેના રોજ અમદાવાદ ખાતે 2જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કુલ શૂટીંગ ચેમ્પિયનશીન 2023 યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાત માંથી 200થી વધારે ખેલાડીઓએ રાઈફલ તેમજ પિસ્તોલ શૂટીંગ માં ભાગ લીધો હતો. જેમાં મોરબી ની OSEM C.B.S.E. સ્કુલ માં ધો-૧૨ કોમર્સ માં અભ્યાસ કરતા દક્ષ ભૂપતભાઈ અમૃતિયાએ 400 માંથી 354 નો સ્કોર પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેની આ ઉત્કૃષ્ઠ સિધ્ધી બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસ દરમિયાન રાઈફલ શૂટીંગમાં મોરબીના દક્ષ અમૃતિયાએ બે સિલ્વર મેડલ પણ મેળવ્યા હતા. તેઓએ રાઈફલ તેમજ પિસ્તોલ શૂટીંગનુ કોચિંગ ખ્યાતનામ શૂટર દીપભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ પાસેથી પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મોરબી જીલ્લા ને ગૌરવ અપાવ્યુ છે. તેની આ સિધ્ધિ બદલ OSEM સ્કુલના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, સ્ટાફ ગણ સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમના મિત્રો, સગાં-સંબંધીઓ, શુભચિંતકો તરફથી શુભેચ્છાઓનો ધોધ ચોમેરથી વરસી રહ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર