“રક્તદાન મહાદાન” : હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીમા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કપોરીવાડી અને શિયાળની વાડી વિસ્તારના ભાઈઓ – બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવસેવાનું ઉદાત્ત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પહેલા પણ સમિતિ દ્વારા તારીખ 09 નવેમ્બરના ના રોજ માધાપર વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં એકતા ગ્રુપ મોરબી તથા મોરબી સિવિલ હોસ્પિટલનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. આ બંને કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો, જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવામાં મદદ મળશે. સમાજમાં રક્તદાન જેવી પવિત્ર સેવા અંગે જાગૃતિ ફેલાવવા સમિતિ સતત પ્રયત્નશીલ છે.
કેમ્પમાં HDFC Bank દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને રક્તદાતાઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમિતિના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે “રક્તદાન એ માનવ જીવન બચાવવાનો સર્વોત્તમ ઉપાય છે” અને આગલા દિવસોમાં વધુ વિસ્તાર સુધી આ સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.