ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે ગુજરાતભરમાં વસતા રામાનંદી સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ માંગણીઓ ને લઈને એક આવેદન પણ આપવામાં આવ્યું હતું
જેમાં સાધુ સમાજ ની મુખ્ય માંગણીઓ હતી (૧) સમસ્ત ગુજરાતમાં વસતા રામાનંદી સાધુ સમાજને ખેડૂત હક મળે (૨) રામાનંદી સાધુ સમાજનો વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થાય . (૩) મંદિરોના લાઈટબિલ તથા ટેક્ષબિલમાં રાહત મળે . (૪) ગુજરાતના (૫) મહાનગરોમાં રામાનંદી સાધુ સમાજની દિકરીઓ માટે કન્યા કેળવણીના કામ માટે ૨૫૦૦ ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવામાં આવે .તેમજ ૬) રામાનંદી સાધુ સમાજને ગુજરાતમાં રાજકીય પ્રતિનિધિત્વ મળે આમ છ માંગણીઓને લઈને રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ મધ્યસ્થ સંઘ અમદાવાદ તેમજ રામાનંદી નવ નિર્માણ સેના અને સાધુ સંતોની હાજરીમાં આવેદન આપવામાં આવ્યું હતું તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાધુ સમાજનો. આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો અને રામાનંદી સાધુ સમાજ પ્રગતિના પંથે અવિરત આગેકૂચ કરે તેવી શુભકામના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...