મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વેળાએ ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું મોત
મોરબીના સામા કાંઠે રહેતા અને મોરબીના રંગપર ગામે આવેલ સ્પારકોસ સિરામિકમાં કામ કરતા હોય ત્યારે પતરુ તૂટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ સો ઓવરની પરશુરામ નગરમાં રહેતા ઈરફાનભાઇ મહેબુબભાઇ સમા (ઉ.વ.,41) નામના યુવક મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ સ્પારકોસ સીરામીક માં કામ કરતા હોય ત્યારે પતરુ તૂટી જતાં 18 થી 20 ફૂટની ઊંચાઈ હતી નીચે પડતા યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.