Sunday, February 15, 2026

મોરબીના રંગપર ગામે લુકાસો સિરામિકમા થયેલ શ્રમીકના મોત બાબતે પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના રંગપુર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે બંધ હાલતમાં આવેલ લુકાશો સિરામિકમાં પાંચ શખ્સોએ સિરામિક કારખાનામાં લાગેલ કેચીં કાઢવાનુ કામ રાખી રાત્રિના સમયે કામ કરવાથી જીવની હાની થાય તે જાણવા છતાં આરોપીઓએ યુવકના બનેવીને કારખાનામાં લાગેલ ખેંચી કાઢવા ૨૫ ફુટે ઉંચે ચડાવતા નીચે પટકાતા યુવકનું બનેવીનું મોત નિપજેલ જે ઇજાઓ અકસ્માતથી થયેલ તેવી ખોટી હકીકત જણાવનાર પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વીસીનગર સોસાયટી ગુજરાત ચક્કીની બાજુમાં રહેતા વિજયભાઈ લાલજીભાઈ ઈંદરીયા (ઉ.વ.૪૦) એ આરોપી જયદીપભાઇ પટેલ, હિરેનભાઇ પટેલ, ગોપાલભાઇ,રહે ત્રણે રાજકોટ તથા જીતેન્દ્રભાઈ રંગપરીયા, અંબારામભાઇ રંગપરીયા રહે.લુકાસો સીરામીક ના માલીક મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપી જયદીપભાઈ, હિરેનભાઈ, ગોપાલભાઈએ આરોપી અંબારામભાઈ તથા જીતેન્દ્રભાઈ સાથે મળી મોરબી તાલુકાના રંગપર ગામની સીમમા આવેલ બંધ કંપની લુકાસો સીરામીક કારખાનામા લાગેલ કેંચી (એન્ગલ) કાઢવાનુ કામ રાખી આરોપી જીતેન્દ્રભાઈ તથા અંબારામભાઈ પાસે રાખી ઉપરોકત બંધ કંપનીમા રાત્રીના ભાગે અંધારામા કામ કરવાથી માનવ જીવની હાની થાય તેવી હકીકત જાણવા છતા બેદરકારી ભરી રીતે ફરીયાદીના બનેવીને બંધ ફેકટરીની પચ્ચીસ ફુંટ દિવાલ પર લાગેલ કેંચી ને સલામતીના સાધનો વગર ગેસ વેલ્ડીંગથી કટીંગ કરાવતા ફરીયાદીના બનેવી વિક્રમભાઇ પરષોતમભાઇ પાટડીયા પચ્ચીસ ફુંટ દિવાલથી નીચે પડતા તેમને માથાના ભાગે ગંભીર પ્રકાની ઈજાઓ થતાં મોત નિપજ્યું હોય તેમ છતા જે ઈજાઓ અકસ્માતથી થયેલ છે તેવી ખોટી હકીકત ડોક્ટર પાસે જાહેર કરી હોવાની ફરીયાદ નોંધાવેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૦૫,૬૧(૨),૨૧૨, મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર