રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવે મોરબી સબ જેલની વિઝિટ કરી
આજરોજ મોરબી જીલ્લા માં રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ સર નુ વાર્ષિક ઇન્સ્પેકશન હોઈ, તે સંદર્ભે મોરબી સબ જેલ ખાતે જેલ વિઝિટ કરવામાં આવી, જેલમાં રહેલ તમામ બંદીવાન ભાઈઓ/બહેનોને મળેલ અને કોઈ રજૂઆત કે ફરિયાદ નો હતી
જેલ સુરક્ષા જેલ સિસ્ત અને સલામતી બાબતે સૂચના અને માર્ગદર્શન આપવા માં આવેલ સાથે જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સર, તેમજ નાયબ પોલીસ અધીક્ષક ઝાલા સર, એલસીબી પીઆઇ ઢોલ સર, એસોજી પીઆઇ પંડીયા સર, પીઆઇ વાળા સર તેમજ સંલગ્ન સ્ટાફ નો સહકાર રહેલ હતો, મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક, ડી.એમ.ગોહેલ તેમજ જેલર વિનોદ ચાવડા અને તમામ જેલ સ્ટાફ ની હાજર રહેલ હતો. મુલાકાત સફળ રહેલ હતી.