મોરબીના રંગપર ગામે કારખાનામાં લોડરે માતા પુત્રને હડફેટે લેતા પુત્રનું મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમન સીરામીક કારખાનાના સ્પ્રેડાયર વિભાગમાં લોડરે માતા પુત્રને હડફેટે લેતા પુત્રનું મોત નિપજ્યું હતું જ્યારે મહીલા ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે આરોપી લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજુરી કરતા લોકેન્દ્રભાઈ રામસીંગભાઈ ઝાલા (ઉ.વ.૩૬) એ આરોપી લોડર રજીસ્ટર નંબર -GJ-36-S-5566 ના ચાલક મુકેશભાઈ સુરસિંહ ભીલાલ રહે. અલિરાજપુર મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૭-૨૦૨૩ ના રોજ બે સવા બે વાગ્યાના આસપાસઆરોપી લોડર રજી નં- GJ-36-S-5566 ના ચાલકએ પોતાના હવાલાનુ લોડરને પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે પાછળની બાજુ જોયા વગર એકદમ સ્પીડથી રીવર્સ લેતા ફરીયાદીના પત્નિ પુજાબેન તથા તેના બાળક કનૈયાને હળફેટે લેતા ફરીયાદીના પુત્રના માથાના ભાગે ટાયર ફરી જતા, ગંભીર ઇજા થતા સ્થળ પર મૃત્યુ પામેલ તથા ફરીયાદીના પત્નિને જમણા હાથે સામાન્ય ઇજા પહોચાડી લોડરનો ચાલક નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે લોકેન્દ્રભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ – ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા MV ACT ક-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.