હળવદના રણમલપુર ગામે અપહરણ આધેડને ચાર શખ્સોએ માર માર્યો
હળવદ: હળવદ તાલુકાના રણમલપુર ગામે આધેડ કોઈ મહિલાનું ખોટું નામ આરોપી સાથે લે છે તેવા ખોટા આક્ષેપો કરી આધેડનું ચાર શખ્સોએ અપહરણ કરી ધોકા તથા છરી વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે વાસુદેવભાઇ નાગરભાઈ વરમોરા (ઉ.વ.૫૦) એ આરોપી, રાજેશભાઈ જગદિશભાઈ, મેહુલ રાજેશભાઈ પારેજીયા, અતુલ રાજેશભાઈ પારેજીયા, દિપ દિનેશભાઈ પારેજીયા બધા રહે.રણમલપુર તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૧૨-૨૦૨૩ ના રોજ આશરે સવારે સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીને છેલ્લા ત્રણેક દિવસ થી તેમના ગામના મહીલાનુ રાજેશભાઈ પરેજીયા સાથે તેનુ ફરીયાદી નામ લે છે તેવા ખોટા આક્ષેપ કરવા બાબતે તકરાર થયેલ ચાલતી હતી જેનો ખાર રાખી આરોપી નંબર રાજેશભાઈ જગદિશભાઈએ ફરીયાદીને પાછળ થી પાટુ મારી ધક્કો મારી ગાડીમા નાખી દઈ ગાડીનો દરવાજો બંધ કરી ત્યારબાદ આરોપી મેહુલ રાજેશભાઈ પારેજીયા તથા અતુલ રાજેશભાઈ પારેજીયા તથા દિપ દિનેશભાઈ પારેજીયા વાળાએ ફરીયાદીને કાળા કલરની ગાડીમાં અપહરણ કરી રણમલપુર ગામની ઘનેરી સીમમાં ક્રિકેટના મેદાનમાં લઈ જઈ ગળામાં મફલર બાંધી દોરડા વડે પગ બાંધી હોકી તથા ધોકા તથા છરી વડે માર મારી બંન્ને હાથે તથા બંન્ને પગે ફેક્ચરો કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વાસુદેવભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૬૫,૩૨૪,૩૨૫,૩૨૬,૧૧૪, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
