Monday, May 19, 2025

પાટીલ પાસે ખંડણી માંગનાર નો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી મોરબી લાવવામાં આવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજકોટના સરધાર ગામના વતની અને હાલમાં દિપમાલ બંગ્લોઝ ઓલ્ડ કેડીલારોડ, ઘોડાસર, જગદિશ સોસાયટી, પાછળ અમદાવાદ ખાતે રહેતા જીનેન્દ્ર ભરતભાઇ શાહ ઉ.25 નામના શખ્સે ભાજપ પાર્ટી ગુંડાઓની અને ભ્રષ્ટાચારીઓની પાર્ટી હોવાનું જણાવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશે અપમાનજનક ટિપ્પણી કરતો વીડિયો બનાવી રૂપિયા 8 કરોડની ખંડણી માંગી હતી અને બાદમાં સોશ્યલ મીડિયામાં આ વીડિયો વાયરલ કરતા સુરત પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

જો કે, ગુન્હો નોંધાતા જ પોલીસ કાર્યવાહીથી બચવા જીનેન્દ્ર નાસતો ફરતો હતો એ દરમિયાન સુરત પોલીસે આરોપીને તા.25 જુલાઈના રોજ ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા આરોપીએ પોતાની ઓળખ છુપાવી ખોટા પુરાવાઓ સાથે મોરબીની હોટલમાં રોકાયાની કબૂલાત આપી હોવાની મોરબી પોલીસને જાણ કરતા મોરબી સીટી એ ડિવિઝન પીએસઆઇ અશોકભાઇ વી. પાતળીયાએ આરોપી જીનેન્દ્ર શાહ અને ખોટા આધરકાર્ડની વ્યવસ્થા કરી આપનાર વિજયસિંહ રજપૂત તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ આઇપીસી કલમ ૨૧૨, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી,૩૪ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર