રાષ્ટ્રીય બાળદિવસ નિમિત્તે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બાળકોને નાસ્તો કરાવાયો
૧૪ મી નવેમ્બરને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક શાળામાં બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દિલેર દાતા લા હરખજીભાઈ ટી સુવારિયા તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો.
પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયાએ શાળાના વિદ્યાર્થીઓને બાળદિન શા માટે ઉજવવામાં આવે છે તે પ્રશ્નનોતરી દ્વારા સમજણ આપવામાં આવી આ રાષ્ટ્રીય બાળદિનની ઉજવણીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી અને ઝોન -૫ ના હેડ લા કેશુભાઈ દેત્રોજાની પ્રેરક હાજરી હતી અને પાસ્ટ ખજાનચી લા. મણીલાલ જે કાવર અને શાળાના આચાર્ય સમગ્ર સ્ટાફે પણ હાજરી આપી હતી અને શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી આચાર્યએ આભારવિધિ કરી હતી.