મોરબીના પાનેલીથી કાલિકાનગર જવાનો રસ્તો ફોરેસ્ટ વિભાગે બંધ કરી દેતા રોષ
ફોરેસ્ટ અધિકારીએ આવતીકાલે રસ્તો રીપેર કરી શરુ કરાશે તેવી ખાતરી આપી
મોરબી તાલુકાના પાનેલી ગામથી કાલિકાનગર નીચી માંડલ જતો રસ્તો ફોરેસ્ટ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોય જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તો અધિકારી દ્વારા રસ્તાનું રીપેરીંગ કરી રસ્તો ફરી શરુ કરાશે તેવી ખાતરી આપવામાં આવી હતી
પાનેલી ગામના સરપંચ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાનેલી ગામથી કાલિકાનગર નીચી માંડલ જતા રોડ મામલે અગાઉ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરી હતી જેથી સાંસદ-ધારાસભ્ય દ્વારા ફોરેસ્ટ વિભાગને રસ્તા બાબતે સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી જોકે છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે
જે રસ્તો બંધ થતા પાનેલી, ગીડચ, કાલિકાનગર, નીચી માંડલ સહિતના ગામોના ૬૦૦ થી ૭૦૦ ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને રસ્તો ખુલ્લો નહિ કરવામાં આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું હતું તો આ મામલે ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે રસ્તાનું રીપેરીંગ કરી આવતીકાલે રસ્તો ફરી શરુ કરવામાં આવશે