Monday, January 5, 2026

વાંકાનેરના રાતિદેવળી ગામ નજીક આઇસરમા ચોરખાનુ બનાવી છુપાલેવ 4944 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; બે ઈસમોની ધરપકડ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર-જડેશ્વરરોડ ઉપર રાતીદેવળી ગામ નજીક આવેલ સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપરથી આઇસરમાં પુઠાના બોક્સની આડમાં ચોરખાનુ બનાવી તેમાં છુપાવી રાખેલ ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ ૪૯૪૪ કિં.રૂ.૮,૧૦,૪૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૨,૨૮,૦૭૮/- ના મુદામાલ સાથે બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, એક આઇસર નંબર GJ-03-BY-1451 વાળુ વાંકાનેર થી જડેશ્વરરોડ પર થઈને ટંકારા તરફ જઇ રહ્યુ છે. અને તેમા ડ્રાયવર કેબીનની પાછળ આઇસરની બોડીમાં એક ચોરખાનુ બનાવેલ છે તેમા વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ બાતમીના આધારે બાતમીવાળા આઇશરની પંચો તથા એલ.સી.બી સ્ટાફના અધિકારી/કર્મચારી સાથે વોચમાં હોય તે દરમ્યાન બાતમીવાળુ આઇસર નીકળતા તેને કોર્ડન કરી રોકી ચેક કરતા તેમાંથી ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ ૪૯૪૪ કિં.રૂ.૮,૧૦,૪૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૨,૨૮,૦૭૮/- ના મુદામાલ સાથે બે આરોપીઓ સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઇ જામ (ઉ.વ.૩૯) રહે.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા સોયબ ઉમરભાઇ જામ (ઉ.વ.૪૦) રહે.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મેહુલભાઇ ગોવીંદભાઇ સાબરીયા રહે થાનગઢ જી.સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર