મોરબીના રવાપર રોડ પર ચાલુ બાઈકે ચીલઝડપ, સોનાની ચેઇન ગઈ
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે મોરબીના રવાપર રોડ પર રાજસ્થાન પાઉંભાજી સામે રોડ પર બાઈક પર બે અજાણ્યા શખ્સો આવી મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી ઝુંટવી નાસી ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ભાડુકા ગામના વતની અને હાલ મોરબી તાલુકા પોલીસ લાઇન ક્વાટર નં -૩૧ બ્લોક નં -૦૪ માં રહેતા નિરૂબા મેહુલસિંહ ભાટીયા (ઉ.વ.૨૭) એ આરોપી અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના રવાપર રોડ રાજસ્થાન પાઉંભાજી સામે રોડ ઉપર ફરીયાદી ખરીદી કરવા માટે બજારમા ગયેલ હોય ત્યારે આરોપીઓ મોટરસાયકલ ઉપર આવી ફરીયાદીના ગળામા પહેરેલ સોનાનો આશરે ૧૦ ગ્રામનો ચેઇન રૂ.૮૦,૦૦૦/- વાળાની ચીલઝડપ કરી ઝુટવી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.