મોરબીના રવાપર કેનાલ રોડ પર થયેલ અકસ્માતમા બે વ્યક્તિના મોત બાદ ઓડી કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના લીલાપર થી રવાપર ચોકડી તરફ જતા કેનાલ રોડ પર તુલસી શ્યામ એપાર્ટમેન્ટ સામે રોડ પર ઓડી કાર ચાલકે રીક્ષા અને બાઈકને હડફેટે લીધા હતા જેમાં બે વ્યક્તિના મોત બાદ મૃતક રીક્ષા ચાલકની પત્ની દ્વારા આરોપી ઓડી કારના ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર દાઉદી પ્લોટ નં-૦૩ ઈ-૧ એપાર્ટમેન્ટ -૫૦૨ માં રહેતા મેરૂબેન કુરબાનજીભાઈ સુરાણી (ઉ.વ.૪૦) એ આરોપી ઓડી કાર રજીસ્ટર નં-જીજે-૦૧-કે.ઝેડ-૬૮૨૭ ના ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ઓડી કાર રજી નં. -જીજે-૦૧-કે.ઝેડ-૬૮૨૭ ના ચાલકે પોતાના હવાલાવાળી કાર મોરબી લીલાપર થી રવાપર ચોકડી તરફ રોડ ઉપર બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી રિક્ષા જીજે-૩૬-ડબ્લ્યુ-૦૭૩૦ ના ચાલક ફરીયાદીના પતી કુરબાનભાઈ પીરભાઈ સુરાણી તથા જીજે-૦૩-ડી.કયું- ૨૩૨૧ ના ચાલક મહાદેવભાઈ રણછોડ ભાઈ મારવણીયા વાળાને અડફેટે લઈ ઇજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.