આજે તારીખ ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના પાવન પર્વની લોકો ઉત્સાહથી ઉજવણી કરતા હોય અનેક લોકો પતંગો ચગાવી અને દાન પુન કરી મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે પૂર્વ સરપંચ નિતિનભાઈ ભટાસણા દ્વારા આ વર્ષે મકરસંક્રાંતિના પર્વેની અનોખી ઉજવણી કરી હતી જેમાં પૂર્વ સરપંચ દ્વારા પોતાની ફેમિલી સાથે રહી મોરબીના રવાપર વિસ્તારમાં ગરીબ બાળકોને નાસ્તો કરાવી ગાયોને ચારો ખવડાવી ઉતરાયણની ઉજવણી કરી હતી.






