મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 31 બોટલ ઝડપાઈ; આરોપી ફરાર
મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ જય અંબે જનરલ સ્ટોરવાળી શેરીમાં ઉમા ટાઉનશીપની સામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 31 બોટલ જેની કિંમત રૂપિયા 8,100 નો મુદ્દા માલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે શોધખોળા હાથ ધરી.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ જય અંબે જનરલ સ્ટોરવાળી શેરીમાં ઉમા ટાઉનશીપની સામે રહેતા આરોપી અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલાના રહેણાંક મકાને રેડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 31 જેની કિંમત રૂપિયા 8,100 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.