મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 72 બોટલો ઝડપાઈ; આરોપી ફરાર
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની જ જોવા મળી રહે છે શેરીએ અને ગલીએ દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોરબીના સનાળા બાયપાસ પાસે તુલસી પાર્કની બાજુમાં મનુભાઈ પાર્કમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 72 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 23,520 નું મુદ્દામાલ મોરબી સીટી એડિવિશન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળા હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના સનાળા બાયપાસ તુલસી પાર્કની બાજુમાં મનુભાઈ પાર્કમાં રહેતા આરોપી નિલેશભાઈ ઉર્ફે હકુ પુનાભાઈ વાળાના કબજા ભોગવટ વાળા રહેણાંક મકાનમાં તપાસ કરતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ- 72 કિંમત રૂપિયા 23,520 નો મુદ્દામાલ મળી આવ્યો હતો તેમજ રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારાતળે ગુનો નોંધી આગળ તપાસા હાથ ધરી છે.