મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન કલેકટર જી.ટી. પંડ્યાએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર, જિલ્લા પુરવઠા અધિકારી અને ઈન્ચાર્જ હળવદ પ્રાંત અધિકારી સંદીપ વર્મા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે આરોપીના ઘરની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિં રૂ. ૧૧૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...