મોરબીના માધાપરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબીના માધાપરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં -૨૨મા રહેતા આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલા (ઉ.વ.૨૧) તથા જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા (ઉ.વ.૨૬) રહે. નવલખી રોડ ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મોરબીવાળા બંને આરોપીઓ ભેગા મળી મોરબીના માધાપર શેરી નં-૨૨ મા આવેલ આરોપી દશરથસિંહ ઝાલાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૫૫ કિં.રૂ. ૫૫૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.