મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 168 બોટલ ઝડપાઈ
મોરબી: મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેણાંક મકાન નં -૧૦૨ માંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલો મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં મકાન નં -૧૦૨ માં રહેતા આરોપી વિપુલભાઈ મનસુખભાઇ ધલવાણીયા ઉ.વ.૨૨(અટક કરવાનો બાકી) વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬૮ કિં રૂ.૨૫,૭૦૦ નાં મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી આવતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.