મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારીમા રામકુવા વાળી શેરીમાં રહેતા નિલેશભાઈ ભરતભાઈ ડાભીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૬ કિં રૂ.૬૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપીની પ્રોહીબીશન એક્ટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.