મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી: મોરબીના નવા ડેલા રોડ પર આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવા ડેલા રોડ પર રહેતા આરોપી હીતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦ કિં રૂ.૩૦૦૦ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી હીતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા રહે. મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img