મોરબીમાંથી યુવક લાપતા

મોરબી: મોરબીના સામાકાંઠે હરિગુણ સોસાયટીમાં રહેતો યુવકે કારખાને જવાનું કહીને જતો રહેલ આજદીન સુધી પરત નહી ફરતા મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં લાપતા થયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજકોટના મવડીમા રહેતા દિલીપભાઈ હરજીભાઇ ધરસંડીયા (ઉ.વ.૬૩) એ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં પોતાના દિકરો લાપતા થયો હોવાની ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૧૦-૨૦૨૩ ના રોજ સવારના પોણા આઠેક વાગ્યાનાં અરસામાં ફરીયાદીનો દિકરો આનંદભાઈ દીલીપભાઇ ધરસંડીયા ઉ.વ.૨૮ વાળો ઘરેથી કારખાને જવાના બહાને નીકળી ગયેલ હોય જે આજદિન સુધી ઘરે પરત ન ફરતા યુવકના પીતાએ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં લાપતા થયો હોવાની ફરીયાદ નોંધાવી છે.

ગુમ થયેલ યુવકે શરીરે અડધી બાંઈનુ બ્લેક ટીશર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પહેરેલ હતુ અને તે શરીરે ધંઉ વર્ણો છે. અને તેની ઉચાઇ આશરે પાંચ ફુટ પાંચ ઈંચ ની છે. અને મારો દિકરો બી.એસ.સી. સુધી અભ્યાસ કરેલ છે તે હીન્દી તથા અંગ્રેજી તથા ગુજરાતી ભાષા સારી રેતે વાંચી શકે છે તેમજ વાંચી શકે છે. જો આ યુવક કોઈને જોવા મળે તો મોરબી સિટી બી ડિવીજન પોલીસ મથકમાં સંપર્ક કરવો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img