મોરબીમાં CNG રીક્ષામાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે બાળકિશોર સહિત ત્રણ ઝડપાયા
મોરબી શહેરમાં દારૂનું ચલણ એટલી હદે વધતું જઇ રહ્યા છે હવે બાળકિશોરો પણ બુટલેગર બની રહ્યું છે ત્યારે મોરબીના તખ્તસિંહજી રોડ પર નવયુગ શો રૂમથી આગાળ સિ.એન.જી. રીક્ષામાંથી વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે એક બાળકિશોર સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના તખ્તસિંહજી રોડ પર નવયુગ શો રૂમથી નજીક રોડ પર આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૩૬- ડબલ્યુ -૩૪૦૯ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ. ૩૬૦૦ તથા સી.એન.જી. રીક્ષાની કિં રૂ. ૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૩,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક બાળકિશોર તથા બે અન્ય ઈસમો રવીભાઇ જીતેન્દ્રભાઇ પાલા (ઉ.વ.૩૦) રહે.મોરબી રણછોડનગર સેન્ટમેરી સ્કુલ પાસે મુળરહે.વાવડીરોડ બજરંગ સોસાયટી મોરબી તથા રવીભાઇ રાજેશભાઇ પરેચા (ઉ.વ.૨૮) રહે.મોરબી અમૃતપાર્ક સેન્ટમેરી સ્કુલ પાસે ભાડેથી મુળ રહે. મોટીવાવડી તા.મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સાગર કાંતીલાલ પલાણ રહે. રણછોડનગર મોરબીવાળા નું નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.