હળવદમાંથી ખોવાયેલા ૨૫ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરાયાં
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદ માથી આશરે કિ.રૂ. ૪,૭૬,૧૮૭/- ની કિમતના ૨૫ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને હળવદ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે.
હળવદ પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા પોલીસ સ્ટાફ પ્રયત્ન શીલ હોય ત્યાર પોલીસ સ્ટાફએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ ટેકનીકલ સર્વેલન્સથી ૨૫ જેટલા મોબાઇલ કિ.રૂા.૪,૭૬,૧૮૭/- ના શોધી કાઢી અરજદારોને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર હળવદ પોલીસે સાર્થક કરેલ છે.