Friday, January 9, 2026

મોરબીના રોહીદાસપરા મેઇન રોડ પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઈન રોડ ગુજરાત સોસાયટીના નાકાં પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૦૫ કિં રૂ‌.૧૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ પર જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો હોય અને જે સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરેલ જે જાહેરનામાનો કોઈ ભંગ થી કરી રહ્યું તે માટે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ ચેકિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઈન રોડ ઉપર ગુજરાત સોસાયટીના નાકાં પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૦૫ કિં રૂ‌. ૧૦૦૦ નાં મુદામાલ સાથે આરોપી વીજયભાઈ મગનભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) રહે. વીશીપરા ગુજરાત સોસાયટી શેરી નં -૦૨ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૨૨૩ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૧,૧૧૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર