Thursday, May 22, 2025

મોરબી જિલ્લા કક્ષાની રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધામાં મોટીબરાર ની દીકરીઓનો દબદબો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોડેલ સ્કૂલ મોટીબરારમાં મોરબી જિલ્લા કક્ષાની રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું.

જેમાં અલગ- અલગ કેજીબીવીમાંથી ધોરણ નવની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલો હતો. જેમાં પર્યાવરણ, વ્યસન મુક્તિ, સ્ત્રી શિક્ષણ જાગૃતિ જેવા મુદ્દાઓને આવરીને લોક નૃત્ય અને રોલ પ્લે અદા કર્યું હતું. જેમાં રાજકોટ ડાયેટમાંથી પ્રોફેસર સોનલબેન તથા મોરબી જિલ્લાના જેન્ડર આરતીબેન અને નિર્ણાયકઓ પધાર્યા હતા. કાર્યક્રમની તમામ વ્યવસ્થા શાળાના સ્ટાફ અને આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં મોડેલ સ્કૂલ મોટીબરાર અને કેજીબીવી-4 મોટીબરારની દીકરીઓ રોલ પ્લેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા અને લોક નૃત્યમાં દ્વિતીય ક્રમાંકે વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર તથા કેજીબીવી-4 મોટીબરારનું નામ રોશન કર્યું છે. પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ દીકરીઓ હવે ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી શાળાને ગૌરવાન્વિત કરશે. તે બદલ શાળાનો સ્ટાફ તથા આચાર્ય બી. એન. વીડજા દ્વારા સહર્ષ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર