Sunday, September 15, 2024

આર.આર. સેલનો સપાટો : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રાજકોટ રેન્જ આઇજીની સ્પેશિયલ સેલ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે આજે સાંજના સમયે દરોડા પાડી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલ એક કન્ટેનરને ઝડપી લીધું હતું. આર.આર. સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આ મોટા જથ્થામાં વિદેશી દારૂની કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇજીની સ્પેશિયલ સેલને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે દ્વારા આજે સાંજના સમયે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા કન્ટેનર નંબર MH 46 BM 0169 ને રોકી તલાસી લેતાં તેમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ કન્ટેનરને હાલ વાંકાનેર સીપીઆઇ કચેરી ખાતે લાવી અને વિદેશી દારૂના જથ્થાની ગણતરી, મુદ્દામાલની કિંમત, આરોપીઓની વિગતો સહિતની દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે…

હાલ પ્રાથમિક માહિતી મુજબ આશરે આ કામગીરી દરમિયાન કન્ટેનરમાં 400 થી 500 પેટી વિદેશી દારૂ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, છતાં ચોક્કસ માહિતી ગણતરી અને પોલીસ તપાસ બાદ જ જાણવાં મળશે. રાજકોટ આર.આર. સેલ દ્વારા મોટા જથ્થામાં પકડી પાડવામાં આવેલ આ વિદેશી દારૂના જથ્થાથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર