Friday, April 19, 2024

વાંકાનેર બાઉન્ડ્રી નજીક કન્ટેનરમાંથી અધધ 539 પેટી વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 36.53 લાખનો મુદ્દામાલ જપ્ત…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ડાક પાર્સલની આડમાં મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનરને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પકડી પાડતી આર.આર.સેલ : 539 પેટી વિદેશી દારૂ સહિત કુલ રૂ. 39,53,340ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આજે મોડી સાંજે રાજકોટ રેન્જ આઇજીની સ્પેશિયલ રેપીડ રિસ્પોન્સ સેલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ખાનગી બાતમીના આધારે ડાક પાર્સલની આડમાં છુપાવી લઇ જવાતાં વિદેશી દારૂ ભરેલ એક કન્ટેનર ઝડપી લીધું છે. જેમાંથી આર. આર. સેલની ટીમે રૂ. 24.49 લાખની કિંમતનો જુદી જુદી બ્રાન્ડનો 539 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ટેન્કર ચાલકની ધરપકડ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજી સંદીપ સિંઘની સૂચનાથી આર.આર. સેલની રીડર શાખાના પીઆઈ એમ. પી. વાળાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે આર. આર. સેલની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક શુક્રવારે સાંજના સમયે વોચ ગોઠવતા ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા કન્ટેઇનર નં. MH 46 BM 0169 ને રોકી તલાસી લેતા તેના પર ડાક પાર્સલ લખેલું જોવા મળ્યું હતું

જેમાં તેને સિલ મારેલ હોય પ્રથમ દ્રષ્ટિએ ડાકનું પાર્સલ હોવાનું પોલીસ ટીમને જણાયું હતું પરંતુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કન્ટેઇનરનું સિલ તોડી તપાસ કરતા તેમાંથી રોયલ ચેલેન્જ, મેક ડોનાલ્ડ નં.1 સહિત જુદી જુદી બ્રાન્ડની 539 પેટી (6468 બોટલ) વિદેશી દારૂનો જથ્થો જેની કીંમત રૂ. 24,49,140/- અને ટ્રક મળી કુલ રૂ. 39,53,340/- નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આર.આર. સેલ દ્વારા આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક રઘુવીરસિંગ રામેશ્વરલાલ બિશનોઈ (રહે.સીરસા, હરિયાણા)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી રાજકોટ ખાતે લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ આ મામલે આર. આર. સેલ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી….

આર.આર. સેલની આ કામગીરીમાં રીડર શાખાના પીઆઈ એમ. પી. વાળાના માર્ગદર્શન હેઠળ રસિકભાઈ પટેલ, શિવરાજભાઈ ખાચર, કુલદીપ સિંહ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર