Thursday, April 25, 2024

મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની G.J. 36 AC (એસી) નવી સીરીઝ શરૂ થશે…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે…

મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટે નવી સીરીઝ બહાર પાડવામાં આવી છે જેમાં આ સીરીજ GJ-36- AC- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૮-૦૨-૨૦૨૧થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે. ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૫૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૨૫૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૧૦૦૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે.

પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૦૧/૦૨/૨૦૨૧ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૧૭/૦૨/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૧૮/૦૨/૨૦૨૧ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા. ૧૮/૦૨/૨૦૨૧ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે…

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરી આ ફોર્મ સાથે અરજી કરેલ ફોર્મ CNA અને ઇ-પેમેન્ટથી રસીદ લગાવી આરટીઓ કચેરીમાં તા.૨૪/૦૨/૨૦૨૧ ના રોજ સાંજના ૪:૦૦ કલાક સુધીમાં ફોર્મને ચકાસણી અર્થે જમા કરાવવાનુ રહેશે તેમ મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે..

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર