Saturday, April 20, 2024

મુરાદાબાદમાં મોટો અકસ્માત: મિની બસ અને ટ્રક સામ-સામે ટકરાતા દસ લોકોનાં મોત, 25 થી વધુ ઘાયલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં દસ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણાની હાલત ગંભીર છે. એસએસપીએ 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આગ્રા હાઈવે પર કુંદરકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનપુરના પુલ નજીક શનિવારે સવારે કેંટર બસ સાથે ટકરાઈ હ તી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને વાહનો પછી ત્રીજુ વાહન પણ તેમની સાથે અથડાયું હતું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘટના ઓવરટેક કરવાથી થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, એક ખાનગી બસ કુંદરકીથી મુસાફરો સાથે મુરાદાબાદ જઈ રહી હતી. બસ નાનપુર પુલ પરથી પાસે જતાં સામેથી આવેલા કેન્ટેરે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કેન્ટર પલટી ગયો હતો, જ્યારે બસનો આગળનો ભાગમાં ખરાબ રીતે નુકસાન થયું હતું. આ દરમિયાન ત્રીજુ વાહન પણ બસ સાથે અથડાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 20 લોકોને સારવાર માટે કુંદરકીની સરકારી હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા અધિકારીઓ રાકેશકુમાર સિંહ અને એસએસપી પ્રભાકર સહિતના અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા.પોલીસ અધિક્ષક નગર અમિત આનંદે ઇજાગ્રસ્તોને જોવા માટે જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં ડોકટરોની ટીમ રોકાયેલ છે. અકસ્માત બાદ હાઇવે જામ થઈ ગયો હતો. પોલીસે હાઈવે પરથી વાહનોને ક્રેન દ્વારા ખસેડ્યા હતા અને ફરીથી વાહન વ્યવહાર શરૂ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર