મોરબીની રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવવા કમીશ્નરને રજુઆત
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ લોકો આ સોસાયટી અંદાજીત ૮ વર્ષથી વસવાટ કરી રહ્યા છીએ. નગર પાલિકાના પૂર્વ કાઉન્સીલર કંદનબેન શૈલેષભાઈ માકાસણા તથા મોરબી માળિયા ધારાસભ્ય કાન્તિલાલ અમતિયાશ્રીના અથાગ પ્રયત્ન અને અંગત લાગણીથી અમારી સોસાયટી ને ૪ ઇંચ ની લાઈન પંચાસર રોડ પરથી નાખવામાં આવી છે આ લાઈન અંદાજીત ૧૫ થી ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ કામ કરવામાં આવેલ છે.
આ લાઈન માં માત્ર ટેસ્ટીંગ સમયે જ પાણી આપવામાં આવ્યું એપણ માત્ર ૧૦ મિનિટ અને ત્યાર બાદ આજ સુધી આ લાઈન માં એક ટીપું પાણી આવ્યું નથી, રહિશો દ્વારા લેખિત તથા મૌખિક ખુબજ રજૂઆત કરેલ તથા છેલી અરજી તારીખ ૨૩/૦૪/૨૦૨૫ (ઇન્વર્ટ નંબર ૩૦૦૫૮૫) ના રોજ આપેલ તથા આ અરજી બાદ બન્ને ડેપ્યુટી કમિશનર ને રૂબરૂ ૦૩ વાર મુલાકાત તથા રજૂઆત કરેલ પરંતુ આજ સુધી કઇ પણ સમાધાન નથી આવેલ તો હવે રહિશોને આ હાલતમાં જીવન જીવવું મુશ્કિલ છે તો રહિશોએ રજૂઆત કરીએ છીએ કે આગામી ૭ દિવસમાં અમારી આ પાણીની સમસ્યા દુર નહિ કરવામાં આવે તો અમો સૌ સોસાયટીના વડીલો, બાળકો તથા મહિલાઓ સાથે નગર પાલિકા કચેરીએ ઉગ્ર અંદોલન કરશું તેવી ચિમકી ઉચ્ચારી છે.