શ્રી સજનપર પ્રા. શાળામાં ધો. 3 થી 5 ના બાળકો માટે બાલવાટીકા તેમજ ધો.1 અને 2ના બાળકો માટે ફિલ્ડ વિઝીટ/શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું
જેમાં શાળાના બાળકો અભ્યાસની સાથે સાથે બહારની દુનિયા સાથે પ્રત્યક્ષ રીતે જોડાઈ શકે એવા ઉમદા હેતુથી PM SHRI શાળા અંતર્ગત ધો. 3 થી 5 ના બાળકોને ફિલ્ડ વિઝીટ અંતર્ગત રતનપર શ્રી રામ મંદિર, રામવાન રાજકોટ, સાયન્સ સિટી રાજકોટ તેમજ ફન વર્લ્ડ જેવા વિવિધ સ્થળોની મુલાકત લેવામાં આવી હતી તેમજ બાલવાટીકા અને ધો.1 અને 2 ના બાળકો માટે કામધેનુ ગાર્ડન, ત્રિમંદીર, રોકડિયા હનુમાન અને ખોખરા હનુમાન જેવા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દરેક બાળકોએ ખૂબ જ મજા કરી હતી સાથે સાથે તેઓને અભ્યાસમાં ઉપયોગી થાય એવી ઘણી બધી માહિતી મેળવી હતી.
સમગ્ર પ્રવાસમાં સુચારુ વ્યવસ્થા જાળવવા શાળાના શિક્ષકો અદ્રોજા, કેતનભાઈ, કાસુન્દ્રા ચંદુલાલ, ભીમણી મધુબેન, આરદેશણા રેખાબેન, ખૂંટ પૂનમબેન અને વિરમગામાં મીનાબેનને આચાર્ય અલપેશભાઈ પુજારા એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેવામાં આવતી નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે....
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...