મોરબીમાં સમાધાનની ના કહેતા યુવતી પર છરી વડે હુમલો
મોરબીમાં રહેતી યુવતીએ આરોપી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય અને બાદમાં આરોપી અવારનવાર યુવતીના ચારીત્ર પર શંકા કરતો હોય જેથી તેઓના છુટાછેડા થયેલ હતા જેથી આરોપી યુવતી સાથે સમાધાન કરવા આવેલ હોય ત્યારે યુવતીએ સમાધાન કરવાની ના પાડતા ઝઘડો થેયલ હોય જેમાં યુવતીને આરોપીએ છરી વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં કુલીનગર -૦૧ ગોવિંદભાઈના ડેલા પાસે રહેતા આમેનાબેન કાસમભાઈ બ્લોચ (ઉ.વ્.૨૬) એ આરોપી રવીભાઈ નિતીનભાઇ સોલંકી રહે. તિલકધામ સોસા. કુબેરના નાલા પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી રવીભાઇ સાથે ફરીયાદીએ પ્રેમ લગ્ન કરેલ હોય અને બાદ આરોપી અવાર નવાર ફરીયાદીના ચારીત્ર પર શંકા કરતો હોય જેથી તેઓને ઝઘડો થતો હોય તેઓને છુટાછેડા થયેલ હતા જેથી આરોપી ફરીયાદી સાથે સમાધાન કરવા આવેલ હતો અને ફરીયાદીએ સમાધાનની ના પાડતા તેઓને ઝઘડો થયેલ અને ઝપાઝપી થતા આરોપીએ છરી વડે ફરીયાદીને ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.