Tuesday, December 30, 2025

મોરબીના સામાકાંઠેથી દેશી તમંચા સાથે એક ઇસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અક્ષરકોમ્પલેક્ષ પાસેથી દેશી હાથ બનાવટના તમંચા હથિયાર સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી વાંકાનેર નેશનલ રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બરથી આગળ ઉમીયાનગર જવાના રસ્તે આવેલ અક્ષરકોલેક્ષ નજીક ભાવેશભાઇ નિરૂભાઇ જાદવ (ઉ.વ.૩૩) રહે. લાલપર તા.જી.મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટનો લોખંડનો તમંચો હથીયાર નંગ-૦૧ કિંમત રૂ. ૨,૦૦૦/- મુદામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર