મોરબીના સામાકાંઠે જુગાર રમતા 05 ઈસમો ઝડપાયાં
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી-ર સર્કિટ હાઉસ સામે વિધ્યુતનગર ના ઢાળીયા પાસે જાહેરમાં રેઇડ કરી જુગાર રમતા કુલ-૫ આરોપી રમેશભાઇ દેવજીભાઇ ભોયા (ઉ.વ.૪૭) રહે. વિધુતનગર વિક્રમવાડી મોરબી-ર, હરેશભાઇ ગીરીજાશંકર ત્રિવેદી (ઉ.વ.૫૯) રહે. રવિ રાંદલ પાર્ક ભારતીનગર ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ, મહેશભાઇ કાળુભાઇ શેખાણી (ઉ.વ.૪૬) રહે.સો-ઓરડી વરીયાનગર શેરી નં.૨ મોરબી-૨, લક્ષમણભાઇ સબુભાઈ ખાંટ (ઉ.વ.૫૫) રહે. મધાપર સમજીમંદિરની બાજુમાં મોરબી-૧, દિનેશભાઇ મોહનભાઇ ઝીઝુંવાડીયા (ઉ.વ.૫૩) રહે. રેલ્વે વર્કશોપ પાછળ ઝુલતા પુલની બાજુમાં મોરબીવાળાને રોકડા રૂ.૨૨,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા ૧૨ મુજબ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.