Monday, May 19, 2025

સંભવિત બિપરજોય વાવાઝોડ સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબીના નવલખી બંદરની મુલાકાત લીધી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મંત્રીએ સ્થળ નિરીક્ષણ કરી ઓછામાં ઓછુ નુકશાન થાય તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી

મોરબી: સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્વાયોજન રૂપે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબીના નવલખી બંદરની મુલાકાત લઈ સ્થિતિ તથા વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો.

મંત્રીએ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિત તથા તેને અનુરૂપ કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાઓ સુનિશ્વિત કરી અધિકારીઓને વિવિધ સુચનો કર્યા હતા. આ દરમિયાન તેમણે પોર્ટ ઓફિસરને મળી ત્યાની વ્યવસ્થાઓ અંગેની માહિતી મેળવી હતી.

જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક તથા હળવદ – માળીયા પ્રાંત અધિકારીને સંભવિત આફતને પહોંચી વળવા અને આ વિસ્તારમાં ઓછામા ઓછું નુકશાન થાય તે જોવા તેમજ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ વ્યક્તિ રહે નહી તે માટે યોગ્ય કરવા તાકીદ કરી હતી. ઉપરાંત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવા અને નાગરિકોની સલામતી સુનિશ્વિત કરવા પોલીસ અધિક્ષકને જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર