માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજી ના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જાય છે ત્યારે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ 12/09/2025 થી ઉમા રિસોર્ટ ની બાજુમાં,જુના RTO ની સામે, મોરબી ખાતે શુભારંભ થશે. જેમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, સરબત, નાસ્તો, રહેવા, મેડિકલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો લાભ લેવા સંગમ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓને વિનંતી કરીએ છીએ. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો. સંદિપસિંહ જાડેજા- 83472 99946, વિશ્વરાજસિંહ જાડેજા- 83069 14014, શક્તિસિંહ ઝાલા-96875 35939, શિવાંગભાઈ નાનક -99255 65508.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...