Tuesday, May 13, 2025

કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પીવાના પાણી, દબાણ, રોડ, ટ્રાફિક વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી ચર્ચા કરી યોગ્ય પગલાં લેવા સૂચના અપાઈ

કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા અને પાણીચોરી અટકાવવા, વિવિધ સ્થળોએ નડતરરૂપ બનેલા દબાણો દૂર કરવા, શાળાઓના મકાન બનાવવા, મોરબી અને હળવદ શહેરનો ટાઉનપ્લાનિંગ, હળવદ સીટી સર્વે કચેરી ફાળવવા, મચ્છુ નદીને ગટર મુક્ત કરવા અને મોરબી શહેરમાં ગટરના કનેક્શન વધારવા, અનઅધિકૃત/ પ્લાનિંગ વિનાનું બાંધકામ રોકવા અને દૂર કરવા, ગામોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા માટેનું યોગ્ય આયોજન કરવા, ટ્રાફિક સમસ્યા નિવારવા, જિલ્લામાં યોગ્ય વીજ પુરવઠો જાળવવા, હળવદના તળાવની સફાઈ કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સમયમર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.

સર્વે ધારાસભ્યોએ ગુણવત્તા સભર વિકાસના કામો કરવા તેમજ લોકોને કોઈ સમસ્યા ન પડે તે રીતે કામગીરી કરી યોગ્ય નિર્ણય લેવા લાર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેકટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, હળવદ-ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાલાવાડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અને ઈશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર