મોરબી:સાવસર પ્લોટ વિસ્તારમાં ઉભરાતી ગટરો થી લોકો ત્રાહીમામ
મોરબી: મોરબીમાં હોસ્પિટલોનો વિસ્તાર ગણાતા સાવસર પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે આ વિસ્તારમાં મોટાભાગે હોસ્પિટલો આવેલી છે આમ છતાં પાલિકા તંત્ર ઉંઘી રહ્યું છે રાજકીય મોહરા બની દબાણ હટાવવાની નીકળી પડતું પાલિકા તંત્ર ઉભરાતી ભુગર્ભ ગટરો અને ગંદવાડ સામે કોઈ કાર્યવાહી કરતું નથી
બેશરમ અને નિભંરતંત્ર નુ રુવાડું પણ ફરકતું નથી વરસાદી પાણીના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જવા એ મોરબી માટે નવીન રહ્યું નથી તેમજ કેટલાક મુખ્ય રસ્તાઓ પર ગંધાતા ભુગર્ભ ગટરના પાણી વહી રહ્યા છે લાતી પ્લોટ મેઇન રોડ જુના બસ સ્ટેશન પાછળ નો રોડ સહિત કેટલાક વિસ્તારો ભુગર્ભ ગટરના દુર્ગંધ ફેલાવતા પાણીથી તરબતરજ રહે છે એમાંથી સાવસર પ્લોટ વિસ્તાર બાકાત નથી મોટાભાગની મુખ્ય હોસ્પિટલો આ વિસ્તારમાં આવેલી હોય ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાંથી અસંખ્ય દર્દીઓ સાજા થવાની ખેવના સાથે હોસ્પિટલોમાં આવતા હોય છે પરંતુ નગરપાલિકા તંત્ર અહીં પણ ગટરના અને વરસાદી પાણીના જમાવડા સાફ કરવામાં આંખ આડા કાન કરતા સાવસર પ્લોટ વિસ્તારોમાં ભુગર્ભ ગટરોનાં પાણી ફરી વળ્યા છે તો સૌથી વધુ દર્દીઓ જ્યાં સારવાર અર્થે આવે છે તે આયુષ હોસ્પિટલ પાસે ગટરો નાં ગંદા પાણીનું તલાવડુ ભરાયેલુંજ રહે છે અને તેમનાં પાણી મુખ્ય રસ્તા પર વહેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ તેમની સાથે આવેલા લોકોએ ગટરના દુર્ગન મારતા પાણી પરથી પસાર થવું પડે છે દર્દીઓ સાજા થવાને બદલે બીમાર પડે તેવું જોખમ ઉભું થયું છે જવાબદાર તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલલાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે
