Thursday, February 5, 2026

ટંકારાના સરાયા ગામે પ્રૌઢને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા પ્રૌઢની સરાયા ગામે ઉપલા કાઠા નામની જમીનમાં તળાવમાંથી મોટર વડે પાણી પીવડાવતા હોય જે આરોપીઓને ગમતું ન હોય જેથી આરોપીઓએ પ્રૌઢના ખેતરે જઈ મોટર તથા લાઈનો ઉપાડી લેવાનું કહી આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા અને ખેતી કરતા પ્રવીણભાઈ નારણભાઈ ઢેઢી (ઉ.વ.૫૨) એ તેમના જ ગામના આરોપી કાનાભાઈ લાખાભાઈ ગમારા, વિપુલભાઈ મોતીભાઈ ગમારા, છગનભાઈ લીંબાભાઇ ગમારા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીની સરાયા ગામે ઉપલા કાંઠા નામની જમીનમાં તળાવમાંથી મોટર વડે પાણી પીવડાવતા હોય જે આરોપીઓને ગમતું ન હોય જેથી આરોપીઓએ ફરિયાદીના ખેતરે જઈ મોટર તથા લાઈનો તથા વાયરો ઉપાડી લેવાનું કહી ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૩૫૧(૨),૩૫૨,૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર