મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી ના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, ડૉ.રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી. આ કેમ્પમાં અંદાજિત 60 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે કરવામાં આવેલા કાર્યને ૧ વર્ષ પૂર્ણ થતા આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે તા. ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી પટેલ સમાજવાડી, શનાળા ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન...
મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા હતા અને સમયની જુની યાદો તાજા કરી હતી.
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા બી.એડ.ના વિદ્યાર્થીઓએ પુનઃ મળવાનું અને જૂની યાદો તાજી કરવા માટેનું આયોજન નક્કી કર્યું હતું....
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે દશ કામોને મંજૂરી આપી જે પૈકી રૂ. 27.84 લાખના જુદા-જુદા પાંચ કામો પૂર્ણ કરવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે જુદા-જુદા ૧૦(દસ) કામોની મંજુરી આપી શરૂ કરવામાં આવેલ જે પૈકી ૧) રૂ.૬.૯૯ લાખના ખર્ચે વાવડી રોડ વિસ્તાર (શ્રીહરી પાર્ક વોર્ડ નં.-૧)માં...