માળીયાના સરવડ ગામેથી 3 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મિંયાણા તાલુકાના સરવડ ગામે આરોપીના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના ફળીયામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના વાવેતર કરેલ નાના-મોટા લીલા છોડ નંગ-૧૩ જેનુ વજન ૦૩ કિલો ૩૫૦ ગ્રામ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, પ્રવિણભાઇ મગનભાઇ વિરમગામા રહે. સરવડ, તા.માળીયા (મિં), જી.મોરબી વાળાએ પોતાના રહેણાંક મકાનના ફળીયામાં ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પંચો તથા પોલીસ સ્ટાફ સાથે જઇ આરોપીના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં રેઇડ કરતા આરોપી વાવેતર કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ-૧૩ જેનુ વજન ૦૩ કિલો ૩૫૦ ગ્રામના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટની કલમ-૮(સી), ૨૦(એ)(બી) મુજબની કાર્યવાહી કરી ઇસમની ધોરણસર અટક કરી માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.