સૌરાષ્ટ્ર ના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની ૩જી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ
ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ મોરબી વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા તથા લેક્સીકોન સિરામીક પ્રા.લી. વાળા શ્રી નરેન્દ્રભાઈ સંઘાત પરિવાર દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી
સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્ર ની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયા નો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૨ ના રોજ તેમની તૃતિય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા તેમજ લેક્સીકોન સિરામીક પ્રા.લી. વાળા શ્રી નરેન્દ્રભાઈ સંઘાત દ્વારા મોરબી ના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, રાજદીપભાઈ સુવાગીયા, અનિલભાઈ સુવાગીયા, ચિરાગ રાચ્છ, કે.પી.ભાગીયા સાહેબ, મનિષ પટેલ, પોલાભાઈ પટેલ સહીતનાઓ એ સૌરાષ્ટ્ર ના ખરા લોકસેવક એવા સ્વ.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...