ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો એકરાર :નર્મદા કેનાલ પર હપ્તા ઉઘરાવાય છે તો ભજપ સરકાર કાર્યવાહી કેમ નથી કરતી એ પણ લોકોમાં સો મણ નો સવાલ
મોરબી:મોરબીનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નર્મદા કેનાલ દ્વારા થતી પાણી ચોરી અટકાવવા રૂબરૂ સ્થળ પર વિઝીટ કરી હતી ,આ સમયે પોતાના વિડીયોમાં જણાવ્યું હતું કે પાણી ચોરી થઇ રહી છે અને અમુક લોકો દ્વારા હપ્તા પણ ઉઘરાવવામાં આવે છે પોતાના એકરારથી સરકારની અંખ આડા કાન કરવાની વૃત્તિ સામે આવી છે ત્યારે લોકો માં સવાલ ઉભા થઇ રહ્યા છે કે પ્રજાના પ્રતિનિધિ નેજ ખબર છે કે હપ્તા ઉઘરાવાઇ રહ્યા છે તો આવા લોકો પર સરકાર કાનૂની કાર્યવાહી કેમ નથી કરી રહી કે આવા લોકોને છાવારવાનું કામ કેમ કરી રહી છે ? ધારાસભ્ય એ અધિકારીઓ અને પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરતા 15 થી વધુ ગેઇટ ખોલાયેલા અને ૨૦૦ જેટલી બક નળી જોવા મળી આવી હતી.
નર્મદા કેનાલનું પાણી છેવાડાના વિસ્તારો માં પહોચી નથી રહ્યું જેની અવાર નવાર ફરિયાદ બાદ ધારાસભ્યએ પોલીસ અને કેનાલ નાં અધિકારીયો ને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં પાણી ચોરી થતું હોવા નું સામે આવ્યું હતું . ઘટના દરમિયાન ધારાસભ્ય એ વિડીયો બહાર પાડી પોતે કામ કરી રહ્યા હોવાનો દેખાડો કર્યો હતો તેમજ આ તકે હપ્તા ઉઘરાવાતા હોવા નો સનસનીખેજ આરોપ પણ મુક્યો હતો .તો આ હપ્તા કોણ ઉઘરાવે છે ? અને કોને પૈસા આપી રહ્યા છે તે સવાલ આમ જન માનસ માં પેદા થઇ રહ્યા છે . ધારાસભ્ય ને ખબર છે તો તે ખુદ આવા લોકો પર પોલીસ ફરિયાદ કેમ નથી કરતા ? જો એક વખત કરપ્ટ લોકો પર ફરિયાદ થશે તો બાકીના હપ્તા ખાઉં લોકો કરપ્સન કરતા અટકી જશે વિડીયો બનાવી દેખાડો કરવા કરતા નક્કર કામગીરી કરે તો બીજી વખત ધારાસભ્યએ જાત તપાસ ની જરૂરત જ નાં રહે અને છેવાડા ના વિસ્તારો માં પાણી પહોચવાનો પ્રશ્ન પણ હલ થઇ જાય. સરકારી બાબુ પાસે થી ધારાસભ્ય એ કામ લેવાનું હોય, તેનું ધ્યાન દોરવાનું હોય આમ છતાં સરકારી બાબુ મચક નાં આપે તો સરકાર માં રજૂઆત કરવાની હોય.
નર્મદા નિગમ ના અધિકારી ,પોલીસ સહીત નો સ્ટાફ સાથે રાખી ઢાંકી થી માલવણ થઇ ને માળિયા તરફ આવતી નર્મદા બ્રાંચ કેનાલ માં પાણી તો પૂરતા પ્રમાણ માં આપવામાં આવે છે તો પછી છેવાડા ના વિસ્તારો માં પાણી કેમ નથી પહોચતું ત્યારે ઉપરવાસ માં બેફામ પાણી ચોરી અને પાણી નો બગાડ થતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે ધારાસભ્ય એ સિચાઈ ની જરૂર છે ત્યાં પાણી અવતું નથી અને પાણી નો બગાડ કરવામાં આવે છે તે યોગ્ય નથી તેથી ચકાસણી નાં ભાગ રૂપે કેનાલ પર વિઝીટ દરમિયાન ૨૦૦ થી વધુ બક નળી અને 15 જેટલા ગેઇટ ખુલા જોવા મળ્યા હતા અને કેનાલ નીચે થી બોર કરી ને પાણી ની બેફામ ચોરી કરવા માં આવી રહી હોવા નું જાણવા મળ્યું હતું.
