મોરબીના સાવસર પ્લોટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા સામાજિક કાર્યકરોની કમીશ્નરને રજુઆત
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના, આયુષ, પ્રભાત હોસ્પિટલ વાળી તમામ લાઇન તથા અશોક ટ્રેડીંગ વાળા પોતાનો માલ બારે રાખીને ટ્રાફીક કરે છે પાર્કિંગ વિહોણું બેફામ બાંધકામ, ગેરકાયદેસર ઓટા-બોર્ડ, ઉભરાતી ગટરો તથા ગંદકી બાબતે સામજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત તાત્કાલીક ડીમોલેશન કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરના જુના બસ ટેન્ડ નજીક આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલો કાર્યરત છે. જેમાં ખાસ કરીને ક્રિષ્ના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ તથા ગોકુલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. આરોગ્ય સુવિધાની દ્રષ્ટએ હોસ્પિટલો હોવી સકારાત્મક બાબત છે. પરંતુ ઉપરોકત હોસ્પિટલો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે દર્દીઓ તેમના સગાંઓ તેમજ વિસ્તારના સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તાર ની મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે.
તમામ હોસ્પિટલ સહિત એક પણ હોસ્પિટલમાં પૂરતી વાહન પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી છતા નિર્ભપણે હોસ્પિટલો ચાલુ રાખવામાં આવી છે. દર્દીઓ,વૃદ્રો, મહિલાઓ તેમજ ઇમરજન્સી કેસ લઇને આવતી એ બ્યુલન્સ માટે વાહન ઉભું રાખવાની જગ્યા ન હોવાના કારણે મુખ્ય જાહેર માર્ગ પર અસ્તવ્યસ્ત પાર્કિંગ થાય છે જેના કારણે સતત ટ્રાફિક જામ તથા અકસ્માતની સંભાવના રહે છે.
હોસ્પિટલો દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ થી ચાર ફુટ ના ઓટા, રેમ્પ તથા મોટા બોર્ડ જાહેર રસ્તા સુધી બહાર કાઢી કબજો કરવામાં આવ્યો છે. જે મહાનગરપાલિકાના નિયમોનું સ્પષ્ટનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. સાવસર પ્લોટ વિસ્તારમાં ગટરો સતત ઉભરાય છે. ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે તથા કચરાના ઢગલા રહેતા દુર્ગધ અને રોગચાળો ફેલાવની ગંભીર શકયતા છે. શહેરના અન્ય વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયેસર બાંધકામ સામે ડિમોલેશન જેવી કડક કર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હોસ્પિટલો સામે કાર્યવાહી ન થવાથી નિયમોની સમાન અમલવારી અંગે ગંભીર પશ્નો ઉભા થાય છે. આજની સ્થિતિ જોતા એવું સ્પષ્ટ લાગે છે કે પાર્કિંગ વિના તથા ગેરકાયદેસર બાંધકામ સાથે કેટલીક હોસ્પિટલોને અધોષિત છુટછાટ આપવામાં આવી રહી છે જે સંપૂર્ણપણે અન્યાયપૂર્ણ તથા જનહિત વિરુદ્ર છે.
આથી સ્પષ્ટ અને ન્યાયસંગત માંગ છે કે :
પાર્કિંગ વિના ચાલતી ક્રિષ્ના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ તથા તમામ હોસ્પિટલ સહિતોની તાત્કાલિક તપાસ કરવામાં આવે. ગેરકાયદેસર ઓટા, રેમ્પ તથા બોર્ડ પર ડિમોલેશનની કડક કાર્યવહી કરવામાં આવે. ડ્રેનેજ, ગટર તથા સ્વચ્છતાની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે. નિયમોનું પાલન ન કરતી હોસ્પિટલો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં પાર્કિંગની પૂરતી સુવિધા વિના કોઈ પણ હોસ્પિટલને મંજૂરી આપવામાં ન આવે.
જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો દર્દીઓ તથા નાગરિકોમાં વ્યાપેલો રોષ વધુ ઉગ્ર બનવાની પૂરી શક્યતા છે જેના માટે તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે. આ અરજી ને ઘ્યાનમાં લઇ તાત્કલિક તથા દ્રઢ કાર્યવાહી કરવા સામાજિક કાર્યકરોની માંગ કરી છે.