Saturday, April 20, 2024

સ્કૂલ-કોલેજો શરૂ થતાં સુત્રાપાડા અને આજુબાજુનાં ગામનાં વિદ્યાર્થીઓને હાલાકી, એસ.ટી ડેપોમાં અનેકવાર રજુઆત છતાં તંત્રનું મૌન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ગીરસોમનાથનાં સુત્રાપાડા તાલુકામાં કોડીનારથી આવતી-જતી એસ.ટી. બસ ઉપરનાં રૂટ થી મુસાફરોથી ભરેલ આવે છે આથી સુત્રાપાડા તાલુકા અને આજુબાજુના ગામમાંથી વેરાવળ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને માસિક પાસ હોવા છતાં રીક્ષા મારફતે અલગથી ભાડું ચૂકવીને જવું પડે છે.

સુત્રાપાડા તાલુકાનાં વિદ્યાર્થીઓને કોરોના મહામારી પહેલા જે સમસ્યા હતી એ ફરી વખત ભોગવવાનો વારો આવી ગયો છે. એસ.ટી. વિભાગની કોડીનાર-વેરાવળ વાયા સુત્રાપાડા અને વેરાવળ-કોડીનાર વાયા સુત્રાપાડા થઈને ચાલતી બસ જે સવારનાં સમયે 3 બસ ચાલતી જે હવે કોરોનકાળ બાદ માત્ર 1 જ બસ ચાલે છે અને આ એક બસ પણ કલાકોની રાહ જોયા પછી ઉપરનાં રૂટ થી ભરેલ આવતાં વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. વેરાવળ-કોડીનાર વાયા સુત્રાપાડા રૂટ પર ચાલતી બસ વેરાવળ થી અને કોડીનાર થી જ ફુલ થઈને આવેછે તેના કારણે કંજોતર, સિંગસર, લોઢવા, પ્રશ્નાવડા,વડોદરા ઝાલા,સુત્રાપાડા, કદવાર, લાટી ગામના વિદ્યાર્થીઓ અને રોજ અપડાઉન કરતા મુસાફરો સમય પર પહોંચી શકતા નથી. અનેક વખત એસ.ટી. ડેપોમાં વધુ બસો ફાળવવા માટે રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી.

કોરોનાકાળ પછી હવે 10 મહિના બાદ સ્કૂલ-કોલેજો ચાલુ થતાંજ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 35-40 મુસાફરો બેસાડવાનો નિયમ હોઈ જેથી બધા મુસાફરો બસમાં ચડી શકતા નથી. સરકાર 1000 નવી બસ મુકવાની જાહેરાતો કરે છે પણ જે બસો ચાલુ હોઈ એ પણ સમયસર આવતી નથી ત્યારે સરકાર માત્ર વાતો જ કરતી હોઈ એવું પુરવાર થયું છે. જેથી સુત્રાપાડા અને આજુબાજુનાં ગામનાં લોકો દ્વારા ગુજરાત એસ.ટી. વિભાગ સુત્રાપાડા રૂટ ઉપર વધુ બસો ચાલુ કરે તેવી માંગ ઉઠી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર