તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની પ્રેરક ઉપસ્થિતિમાં બાલવાટિકાના ૨૧ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧ ના ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામા આવ્યો.ગત વર્ષ ૨૦૨૨ /૨૩ ના ધોરણ ૧ થી ૮ મા પ્રથમ , દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા..Nmme પરીક્ષામા મેરિટમા સ્થાન પામનાર ૬ વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદ થયેલ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.પ્રવેશ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કિટ આપનાર અને શિલ્ડના દાતા નટુભાઈ છનારિયા તથા શાળા વિકાસમા સહયોગ આપનાર દાતાશ્રીઓનુ તાલુકા વિકાસ અધિકારીના વરદ હસ્તે સન્માન કરવામા આવેલ.
ગત વર્ષ શાળામા શ્રેષ્ઠ વર્તુણૂક ધરાવનાર હરદેવ અને સ્નેહાને “Friend of all ” થી સન્માનિત કરવામા આવેલ તો ગત વર્ષમા સૌથી હાજરી ધરાવનાર વિદ્યાર્થીની સંજના ખેર અને તેના વાલી ગજેન્દ્રસિંહનું વિશેષ સન્માન કરવામા આવેલ..તાલુક વિકાસ અધિકારી દ્વારા નવ નિયુક્ત એસ.એમ.સી સભ્યોને બુક આપી શાળા વિકાસમા અગ્રેસર રહેવા અનુરોધ કરી આવકારવામાં આવેલ અને એસ.એમ.સી સાથે બેઠક યોજી શૈક્ષણિક પરામર્શ કરવામા આવેલ.તાલુકા વિકાસ અધિકારીએ શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક કામગીરીને બિરદાવી પ્રેરણાત્મક વકતવ્ય આપેલ .શાળાની વિદ્યાર્થીની હિના સારલા દ્વારા વૃક્ષ બચાવો પર પ્રેરક વકતવ્ય આપવામા આવેલ અને શાળા કેમ્પસમા તાલુકા વિકાસ અધિકારી દ્વારા વૃછારોપણ કરવામા આવેલ.કાર્યક્રમમા સરપંચ રાજુભાઈ ખેર , ઉપ સરપંચ વિરમભાઈ ખેર , સી.આર.સી પ્રવિણસિંહ ચૌહાણ , એસ.એમ.સી સભ્યો અને ગ્રામ આગેવાનો તથા વાલીઓએ હાજરી આપેલ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દર્શ વરમોરા અને તૃપ્તિ ખેર દ્વારા કરવામા આવેલ.
સેવા સહકાર અને સહયોગ ને ચરિતાર્થ કરતા કાયમી પ્રોજેક્ટ અંતર્ગત નવલખી રોડ પર આવેલા રામનગર શ્યામનગર સોસાયટીમાં ૧૭ સતર સામાન્ય પરિવારની લાભાર્થી બહેનોને ત્રિમાસિક કોર્ષ પુરો થતા તેઓને રોજગારી મળી રહે અને સમાજમાં ઉંચુ સ્થાન મેળવે તેવી લાગણી સાથે કેન્દ્ર સંચાલિકા ક્રિષ્નાબાના માતુશ્રીના હસ્તે દિપ પ્રાગટય કરી લાયન્સ કલબના...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે ભારતીબેન ચંદ્રકાંતભાઈ કક્કડ જન્મદીવસ નિમિતે તેમના પરિવાર ના સભ્યો પ્રદીપભાઈ, જીજ્ઞેશભાઈ, પ્રત્યક્ષ, દેવ તથા હીતાર્થી દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો...
મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં, મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ પર શ્રી ગણેશ કોમ્પલેક્ષના પાર્કિંગમાં આવેલ ગોડાઉનમાંથી વીશાળ જથ્થામા ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૯૧,૭૭,૪૮૦/ નો મુદામાલ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ .૯૪,૭૭,૪૮૦ નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, મોરબી...