Sunday, May 19, 2024

મેરુપર પે સેન્ટર શાળામા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની મેરુપર પે સેન્ટર શાળામા શાનદાર ઉજવણી કરવામા આવી.

તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની પ્રેરક ઉપસ્થિતિમાં બાલવાટિકાના ૨૧ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧ ના ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામા આવ્યો.ગત વર્ષ ૨૦૨૨ /૨૩ ના ધોરણ ૧ થી ૮ મા પ્રથમ , દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા..Nmme પરીક્ષામા મેરિટમા સ્થાન પામનાર ૬ વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદ થયેલ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.પ્રવેશ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કિટ આપનાર અને શિલ્ડના દાતા નટુભાઈ છનારિયા તથા શાળા વિકાસમા સહયોગ આપનાર દાતાશ્રીઓનુ તાલુકા વિકાસ અધિકારીના વરદ હસ્તે સન્માન કરવામા આવેલ.

ગત વર્ષ શાળામા શ્રેષ્ઠ વર્તુણૂક ધરાવનાર હરદેવ અને સ્નેહાને “Friend of all ” થી સન્માનિત કરવામા આવેલ તો ગત વર્ષમા સૌથી હાજરી ધરાવનાર વિદ્યાર્થીની સંજના ખેર અને તેના વાલી ગજેન્દ્રસિંહનું વિશેષ સન્માન કરવામા આવેલ..તાલુક‍ વિકાસ અધિકારી દ્વારા નવ નિયુક્ત એસ.એમ.સી સભ્યોને બુક આપી શાળા વિકાસમા અગ્રેસર રહેવા અનુરોધ કરી આવકારવામાં આવેલ અને એસ.એમ.સી સાથે બેઠક યોજી શૈક્ષણિક પરામર્શ કરવામા આવેલ.તાલુકા વિકાસ અધિકારીએ શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક કામગીરીને બિરદાવી પ્રેરણાત્મક વકતવ્ય આપેલ .શાળાની વિદ્યાર્થીની હિના સારલા દ્વારા વૃક્ષ બચાવો પર પ્રેરક વકતવ્ય આપવામા આવેલ અને શાળા કેમ્પસમા તાલુકા વિકાસ અધિકારી દ્વારા વૃછારોપણ કરવામા આવેલ.કાર્યક્રમમા સરપંચ રાજુભાઈ ખેર , ઉપ સરપંચ વિરમભાઈ ખેર , સી.આર.સી પ્રવિણસિંહ ચૌહાણ , એસ.એમ.સી સભ્યો અને ગ્રામ આગેવાનો તથા વાલીઓએ હાજરી આપેલ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દર્શ વરમોરા અને તૃપ્તિ ખેર દ્વારા કરવામા આવેલ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર