મોરબી: મોરબીના લાલપર ગામની સીમ મોરબી જુના રફાળેશ્વર રોડ મીલેનીયમ ટાઇલ્સના કારખાનાની સામે સી.સી.રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામની સીમ મોરબી જુના રફાળેશ્વર રોડ મીલેનીયમ ટાઇલ્સના કારખાનાની સામે સી.સી.રોડ પરથી આરોપી મનોજ કુમાર બન્ધુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬)રહે હાલ લાલપર ગામે મીલેનીયમ ટાઈલ્સના કારખાનાની લેબર કોલોનીમાં. મુળ રહે બિહાર વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ.૮૦૦ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેશનેતાઓ,ક્રાંતિકારીઓ વ્યક્તિઓના આબેહૂબ ચિત્ર દોરતો શક્ત શનાળાનો બાળ ચિત્રકાર
મોરબીના શક્ત શફનાળા ગામના 'અનંત અઘારા' નામના બાળકની ચિત્રો બનાવવાની બેનમૂન કલા
મોરબી, દરેક બાળક એ ઈશ્વરનું અદ્દભુત સર્જન છે, દરેક બાળકમાં ઈશ્વરે કંઈકને કંઈક ખાસિયતો, કંઈકને કંઈક શક્તિ કલા,કૌશલ્ય આપેલા જ હોય છે પણ દરેક બાળકે, બાળકના માતા પિતાએ એ કલા,...
મોરબીના મકરાણીવાસ નદીના કાંઠે રોડ પરથી ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે આવતો હોવાની બાતમી મળતા વોચ આધારે ઇસમ મોરબી મકરાણીવાસ નદીના કાંઠે રોડ ઉપરથી મળી આવતા...
મોરબીના આલાપ રોડ પર સાયન્ટીફિક નાલા પાસેથી ચોરીના મોટરસાયકલ સાથે રીઢા ચોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારોના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે આલાપ રોડ પર આંટા...